મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચાંદીપુરા વાયરસનો ખતરો: ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર, તંત્ર એલર્ટ

ભાવનગરમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતા જ ભરૂચનું આરોગ્ય વિભાગ પણ સતર્ક

તસવીર: GSTV

ભાવનગરમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતા જ ભરૂચનું આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. સંભવિત ખતરાને પહોંચી વળવા ભરૂચની સી.કે. પટેલ સિવિલ હોસ્પિટલમાં ખાસ સ્પેશિયલ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી શંકાસ્પદ દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકે. જોકે, રાહતના સમાચાર એ છે કે હાલ ભરૂચમાં એક પણ પોઝિટિવ કેસ નથી. પણ તકેદારીના ભાગરૂપે સર્વેલન્સ વધાર્યું છે અને વાલીઓને બાળકોમાં અચાનક તાવ કે ઝાડા જેવા લક્ષણો દેખાય તો તુરંત તબીબી સલાહ લેવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો