મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સોલા સિવિલમાં અદ્યતન સાધનોનું લોકાર્પણ: પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરોડોના ખર્ચે સુવિધાઓ વસાવાઈ

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓને વધુ મજ

તસવીર: gstv

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવતા અનેક આધુનિક સાધનો અને સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે હોસ્પિટલમાં નવા 128 સ્લાઈસ CT સ્કેન મશીન, સોનોગ્રાફી મશીન, ENT વિભાગના અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ એનેસ્થેસીયા વર્ક સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે હોસ્પિટલમાં અગાઉ એક CT સ્કેન મશીન કાર્યરત હતું અને હવે વધુ એક આધુનિક CT સ્કેન મશીન ઉમેરાતા દર્દીઓને ઝડપી અને વધુ સારી નિદાન સેવા મળશે. તેમણે જણાવ્યું કે બોલી અથવા સાંભળી ન શકતા બાળકોના ઓપરેશન માટે 55 લાખ રૂપિયાના ખર્ચે નવા OTની સુવિધા શરૂ કરવામાં આવી છે. આવા બાળકોની સારવાર અને ઓપરેશન માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 200 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. ગ્રામ્ય વિસ્તાર સુધીના લોકોને પણ નિઃશુલ્ક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી હોવાનું મંત્રીએ જણાવ્યું.

આ સમાચાર શેર કરો