VIDEO: સોલાર પેનલ લગાવનારાઓ માટે મોટો એલર્ટ, આ નાની બેદરકારીથી થઈ શકે છે મોટું નુકસાન
ભારતના સ્વચ્છ ઊર્જા અભિયાને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ અભિયાનમાં

ભારતના સ્વચ્છ ઊર્જા અભિયાને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ અભિયાનમાં 'પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના' એ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 36.47 લાખથી વધુ ઘરોની છત પર સોલાર સિસ્ટમ લગાવવામાં આવી ચૂકી છે અને 44.32 લાખથી વધુ પરિવારો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે.
‘મફત વીજળી’ના આ વચનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માટે નિષ્ણાતો એક ખૂબ જ સરળ આદત અપનાવવાની સલાહ આપે છે. જો તમે પણ તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવી છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરતા, તો વીજળીનું ઉત્પાદન 30% સુધી ઘટી શકે છે. તો અહીં જાણો સોલાર પેનલના મેન્ટેનન્સ માટે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
પેનલની નિયમિત સફાઈ છે ખૂબ જ જરૂરી
એક તાજેતરના અભ્યાસ (Study) મુજબ, પેનલ પર ધૂળ અને ગંદકી જમા થવાને કારણે વીજળીનું ઉત્પાદન ૫ થી 30 ટકા સુધી ઘટી શકે છે. જ્યારે તેને સાફ કરવામાં દર મહિને માત્ર થોડી મિનિટોનો જ સમય લાગે છે અને કોઈ વધારાનો ખર્ચ પણ થતો નથી. મે (2026) દરમિયાન દર મહિને થનારા ઇન્સ્ટોલેશનનો આંકડો 3.16 લાખના ઓલ-ટાઇમ હાઈ પર પહોંચી ગયો છે. આનો અર્થ એ છે કે દેશના લાખો પરિવારો પહેલીવાર જાતે પોતાની વીજળી બનાવી રહ્યા છે. જેમ-જેમ સોલાર પેનલ લગાવનારા ઘરોની સંખ્યા વધી રહી છે, તેમ-તેમ દરેક પેનલ પોતાની પૂરી ક્ષમતાથી કામ કરે તે સુનિશ્ચિત કરવું પણ એટલું જ જરૂરી બન્યું છે.
લાભાર્થીને મળે છે 5 વર્ષની ગેરંટી
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ રજિસ્ટર્ડ વેન્ડર્સ (વિક્રેતાઓ) દરેક લાભાર્થીને 5 વર્ષની વ્યાપક મેન્ટેનન્સ ગેરંટી આપે છે, જેનાથી પરિવારોને લાંબા સમય માટે સુરક્ષા અને ભરોસો મળે છે. આ સરકારી સપોર્ટની સાથે-સાથે, પરિવારો પોતે પણ એક નાનું કદમ ઉઠાવી શકે છે – અને તે છે 'નિયમિત સફાઈ'. વીજ ઉત્પાદન મહત્તમ કરવા અને દર મહિને થનારી બચત વધારવાનો આ સૌથી સરળ ઉપાય છે.
જો ધૂળ જમા થવાને કારણે પેનલની ક્ષમતા 5 થી 30 ટકા ઘટે, તો તે ઓછી યુનિટ વીજળી બનાવશે. પરિણામે તમારે વીજળીનું બિલ વધુ ચૂકવવું પડશે. જ્યારે સોલાર પેનલની સપાટી પર ધૂળ, માટી, વાહનોનો ધુમાડો, પક્ષીઓની
સરીક અને સૂકા પાંદડા જમા થઈ જાય છે, ત્યારે તેઓ સૂર્યપ્રકાશને પેનલના સેલ્સ (Cells) સુધી પહોંચતો રોકે છે. આનાથી પેનલ કાયમ માટે ખરાબ થવાનું જોખમ પણ વધી જાય છે.
સોલાર પેનલને સાજી-નરવી કેવી રીતે રાખવી?
ધૂળ, પાંદડા અને પક્ષીઓની સરીક તમારી સોલાર પાવર ક્ષમતાને 5% થી 30% સુધી ઘટાડી શકે છે. તમારી સિસ્ટમને પૂરી ક્ષમતાથી ચલાવવા માટે નિયમિત સફાઈ અત્યંત જરૂરી છે:
શેડ્યૂલ: જો તમે ધૂળ-માટીવાળા કે ઔદ્યોગિક (Industrial) વિસ્તારમાં રહો છો, અથવા જ્યાં ધૂળની ડમરીઓ અને પક્ષીઓનો ત્રાસ વધુ હોય, તો દર મહિને સફાઈ કરો.
શ્રેષ્ઠ સમય: સવારે વહેલા અથવા મોડી સાંજે સફાઈ કરો.
ચેતવણી: બપોરના કડક તડકામાં પેનલ સાફ કરવાની ભૂલ ક્યારેય ન કરશો. ધગધગતા ગરમ કાચ (ગ્લાસ) પર ઠંડું પાણી પડવાથી કાચ તૂટી અથવા ક્રેક થઈ શકે છે.
સોલાર પેનલ સાફ કરવાની રીત
સિસ્ટમ બંધ કરો: સૌથી પહેલા ઇન્વર્ટર અને ડીસી આઇસોલેટર (DC Isolator)ને OFF કરી દો. ચાલુ સિસ્ટમે ક્યારેય સફાઈ ન કરો.
ઠંડી થવા દો: પેનલને ઠંડી થવા માટે ઓછામાં ઓછી 30 મિનિટની રાહ જુઓ.
સૂકી ધૂળ હટાવો: ઉપરની સૂકી ધૂળ સાફ કરવા માટે કોઈ મુલાયમ બ્રશ અથવા માઇક્રોફાઇબર કપડાનો ઉપયોગ કરો.
ભીની સફાઈ: સ્વચ્છ અને ઓછા મિનરલવાળા (સામાન્ય) પાણી સાથે નરમ સ્પોન્જ અથવા પોતું વાપરો. પેનલને હંમેશા સીધી રેખામાં (Straight strokes) જ સાફ કરો.
પાણીથી ધોઈ લો: બાકી રહેલી ગંદકીને પૂરી રીતે હટાવવા માટે સ્વચ્છ પાણીથી ધોઈ લો.
તપાસ કરો: પેનલ સુકાઈ જાય પછી કાચને ધ્યાનથી જુઓ કે ક્યાંય તિરાડ તો નથી ને? જો કોઈ નુકસાન દેખાય, તો તરત જ તમારા ઇન્સ્ટોલરનો સંપર્ક કરો.
ફરીથી શરૂ કરો: સિસ્ટમ ચાલુ કરતી વખતે પહેલા DC આઇસોલેટરને ON કરો, અને ત્યાર બાદ જ ઇન્વર્ટર ચાલુ કરો. તો કાળજીપૂર્વક સોલર પેનલની સફાઈ કરશો તો કોઈ નુકસાન નહીં થાય








