Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Business Idea: This 5 business is a money printing machine! Less Investment, Half Profit!

VIDEO: Business Idea : પૈસા છાપવાનું મશીન છે આ 5 બિઝનેસ! ઓછું રોકાણ, અધધ નફો!

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જો તમે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો અને બજેટ ખૂબ ટાઈટ છે, તો અહીં એવા 5 આઈડિયા છે જેના પર દાવ લગાવીને તમે સારો એવો નફો કમાઈ શકો છો. ભલે તમારી પાસે રોકાણ કરવા માટે બહુ મોટી રકમ નથી, પણ આ બિઝનેસ તમને નિરાશ નહીં કરે. સૌથી સારી વાત એ છે કે આ બિઝનેસ તમે નાના ગામડાથી લઈને મોટા શહેર સુધી ગમે ત્યાં શરૂ કરી શકો છો અને તેમાં ફેલ થવાના ચાન્સ પણ નહિવત છે.

App Store

આજકાલ યુવાનોમાં પોતાનો બિઝનેસ શરૂ કરવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. મેટ્રો સિટીઝ તો ઠીક, નાના શહેરોના યુવાનો પણ અવનવા બિઝનેસ આઈડિયામાં હાથ અજમાવી રહ્યા છે. આવા જ યુવાનો માટે 5 એવા ખાસ બિઝનેસ આઈડિયા છે, જેમાં ખૂબ ઓછા પૈસા રોકીને સારો નફો મેળવી શકાય છે. આ બિઝનેસ સીધા ગ્રાહકો સાથે જોડાય છે, જે તમારી સર્વિસ અને લોકેશન પર આધારિત હોય છે, અને તેમાં પ્રોફિટ માર્જિન પણ ઘણું સારું છે.

કેફે ખોલીને કમાઓ પૈસા 

આજકાલ નાના શહેરોથી લઈને મેટ્રો સિટીઝ સુધી 'કેફે કલ્ચર' ઝડપથી વધી રહ્યું છે. બિઝનેસ કે ઓફિસ સંબંધિત વાતચીત હોય કે મિત્રો સાથે વાતચીત કરવી હોય, આજનો યુવાન અને ગ્રાહક આવી લોકેશન વધુ પસંદ કરે છે. જો તમે યોગ્ય લોકેશન અને આકર્ષક મેનૂ સાથે કેફે બિઝનેસ શરૂ કરો છો, તો ચોક્કસપણે સારો નફો થઈ શકે છે. બસ તમારું કેફે દેખાવમાં સુંદર, શાંત અને કસ્ટમર ફ્રેન્ડલી હોવું જોઈએ. કેફે શરૂ કરવા માટે ₹૫ લાખથી લઈને ₹૧૫ લાખ સુધીનું રોકાણ પૂરતું છે.

ખાસ આઈડિયા સાથે પેથલેબ

આરોગ્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ ખૂબ જ ઝડપથી વધી રહી છે. સરકાર પણ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સચેત કરી રહી છે અને સારવારને સરળ બનાવી રહી છે. આયુષ્માન ભારત જેવી યોજનાઓ આવ્યા પછી પેથલેબ સેક્ટરમાં ઘણી તકો ઊભી થઈ છે. જો તમારી સર્વિસ ભરોસાપાત્ર હશે અને ગ્રાહકોમાં વિશ્વાસ જગાડવામાં તમે સફળ રહેશો, તો આ બિઝનેસ મોટો નફો આપશે. આ સર્વિસ તમે ₹૫ લાખ સુધીના રોકાણમાં શરૂ કરી શકો છો, પણ ગ્રાહકોની સર્વિસ પર ખાસ ધ્યાન આપવું પડશે.

મિની સુપરમાર્કેટ છે હિટ 

રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓની ડિમાન્ડ નાના ગામ-શહેરથી લઈને મેટ્રો સિટીઝ સુધી સતત વધતી રહે છે. ખાસ કરીને FMCG પ્રોડક્ટ્સનું વેચાણ સતત વધી રહ્યું છે. આવા સમયમાં તમે તમારા શહેરમાં 'મિની સુપરમાર્કેટ' ખોલીને ગ્રાહકો પાસેથી સારા પૈસા કમાઈ શકો છો. જો તમે વ્યાજબી કિંમત અને સારા સ્ટોકથી ગ્રાહકોને આકર્ષવામાં સફળ રહો છો, તો આ આઈડિયા પૈસા છાપવાનું મશીન બની શકે છે. તમે વોટ્સએપ પર ઓર્ડર લઈને હોમ ડિલિવરી આપીને તમારા હરીફોથી બે કદમ આગળ નીકળી શકો છો.

ફિટનેસ સેન્ટર સૌથી બેસ્ટ

આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ સજાગ બન્યા છે. આવા સમયમાં ફિટનેસ સેન્ટર જેવા કે જિમ (Gym), યોગા સ્ટુડિયો અને સ્પા સેન્ટર જેવા બિઝનેસ પણ નફાનું મોટું કેન્દ્ર બની શકે છે. માત્ર યુવાનો જ નહીં, વરિષ્ઠ નાગરિકો પણ પોતાને ફિટ રાખવા માટે આ સેન્ટર્સની મુલાકાત લે છે. મહિલાઓમાં પણ આનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જોકે, આ માટે કાં તો તમારે પોતે ટ્રેન્ડ થવું પડશે અથવા તમારા સેન્ટર પર સારા ટ્રેનર રાખવા પડશે, જે લોકોને યોગ્ય રીતે ફિટનેસની ટ્રેનિંગ આપી શકે.

વોટર ફિલ્ટર (પાણી સપ્લાય) દરેકની જરૂરિયાત 

પાણી દરેક જીવની મૂળભૂત જરૂરિયાત છે અને નવાઈની વાત એ છે કે આ જ સૌથી જરૂરી વસ્તુની અછત સતત વધી રહી છે. હવે માત્ર મોટા શહેરોમાં જ નહીં, નાના ગામડામાં પણ અંડરગ્રાઉન્ડ વોટર (ભૂગર્ભ જળ) દૂષિત થઈ ચૂક્યું છે અને લોકો ફિલ્ટર વોટર વાપરવા તરફ વળ્યા છે. લગ્ન-પાર્ટી કે અન્ય પ્રસંગોમાં તો આનો ઉપયોગ થાય જ છે, પણ હવે રોજિંદા જીવનમાં પણ લોકો ફિલ્ટર વોટર મંગાવે છે. આથી તમે ઘરો, ઓફિસો અને ઈવેન્ટ્સમાં પાણી સપ્લાય કરીને મોટો નફો કમાઈ શકો છો.

મહત્વની ટીપ: ઉપર જણાવેલા કોઈપણ બિઝનેસ આઈડિયામાં રોકાણ કરતા પહેલા એક વાત મગજમાં રાખવી જરૂરી છે કે, માત્ર પૈસા લગાવી દેવાથી જ સફળતા નહીં મળે. કોઈપણ સેક્ટર પસંદ કરતા પહેલા સ્થાનિક માર્કેટનું પૂરતું રિસર્ચ કરી લો અને તમારી ક્ષમતા તેમજ રસ પ્રમાણે જ ક્ષેત્ર પસંદ કરો. યોગ્ય રિસર્ચ વગર કરેલું રોકાણ જોખમ વધારી શકે છે, માટે પૂરી માહિતી મેળવ્યા પછી જ આગળ વધો.