મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Video: ચાંદીના ભાવમાં બે દિવસમાં રૂ.17 હજારનો ઘટાડો

ચાંદીના ભાવમાં બે દિવસમાં રૂ.17 હજારનો ઘટાડો — સોર્સ: gstv

દિવાળીની તહેવારની સિઝનમાં ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. માત્ર બે દિવસમાં ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂ.17 હજાર સસ્તી થઈ છે. જાન્યુઆરી 2026માં રૂ.4.27 લાખની ઐતિહાસિક સપાટીએ પહોંચેલી ચાંદીનો ભાવ ઘટીને હવે રૂ.2 લાખની નીચે સરકી ગયો છે. શુક્રવારે એમસીએક્સ પર ડિસેમ્બર વાયદો 3.5 ટકા ઘટીને પ્રતિ કિલોગ્રામ રૂ.1 લાખ 92 હજાર 800 પર બંધ થયો હતો. ભારતમાં ચાંદીની મોટાભાગની જરૂરિયાત આયાતથી પૂરી થાય છે. સરકારે 6 હજાર 500 મેટ્રિક ટન ચાંદીની આયાતને મંજૂરી આપી છે. જોકે, ભાવમાં વધુ ઘટાડાની શક્યતા વચ્ચે ટૂંકા ગાળાના રોકાણમાં સાવચેતી રાખવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.

આ સમાચાર શેર કરો