મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: અલકનંદા મંદાકિની નદીઓ ચેતવણી નજીક

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અલકનંદા અને મંદાકિની નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર

તસવીર: gstv

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અલકનંદા અને મંદાકિની નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. બંને નદીઓનું પાણી હવે ચેતવણી સ્તરની નજીક પહોંચી ગયું છે, જેના કારણે સ્થાનિક પ્રશાસન સતર્ક બન્યું છે. નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી હોય તો સુરક્ષિત સ્થળે જવા સૂચના આપવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન, પોલીસ અને અન્ય બચાવ દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરતાં લોકોને નદી કિનારેથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો