VIDEO: નેશનલ સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીને "સામાન્ય ઈજા" થઈ છે કહી કર્યો લૂલો બચાવ, શિક્ષણ મંત્રીના તપાસના આદેશ
અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો
અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. સેવન્થ ડે સ્કૂલ જેવી જ એક ચોંકાવનારી ઘટના ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર બની છે, જ્યાં ધોરણ 10ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.અંગત અદાવતમાં સ્કૂલના જ કેટલાક વિદ્યાર્થીઓએ બહારથી અસામાજિક તત્વોને બોલાવી એક વિદ્યાર્થી પર લાકડી, બેલ્ટ અને કડા વડે હુમલો કર્યો હતો.
સ્કૂલ સંચાલકો "સામાન્ય ઈજા" કહી લૂલો બચાવ કર્યો
5 થી 7 યુવાનોના ટોળાએ વિદ્યાર્થીને બેરહેમીથી માર મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે.આશ્ચર્યની વાત એ છે કે, આટલી ગંભીર ઘટના છતાં સ્કૂલ સંચાલકો "સામાન્ય ઈજા" કહી લૂલો બચાવ કરી રહ્યા છે.
શિક્ષણ મંત્રીએ સખ્ત તપાસના આદેશ
જોકે, ઘટનાના સીસીટીવી અને નજરે જોનારાઓના નિવેદનો સંચાલકોના દાવાને ખોટા પાડી રહ્યા છે.આ ઘટનાના પડઘા હવે ગાંધીનગર સુધી પડ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ આ મામલે કડક વલણ અપનાવતા તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. હાલ ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.







