મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડી જનસંવાદ: તંત્રની ગેરવ્યવસ્થા, મામલતદાર દોઢ કલાક મોડા આવતા લોકોનો ઉગ્ર રોષ

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરના "જન સંવાદથી જન વિકા

તસવીર: gstv

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરના "જન સંવાદથી જન વિકાસ" અભિયાન અંતર્ગત નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તંત્રની ગેરવ્યવસ્થા સામે આવી છે. કાર્યક્રમનો સમય સવારે ૧૦ વાગ્યાનો જાહેર કરાયો હોવાથી મોટી સંખ્યામાં અરજદારો સમયસર પહોંચી ગયા હતા. જોકે, મામલતદાર દોઢ કલાક મોડા પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કેટલાક લોકો પરત ફર્યા હતા. મામલતદાર આવતા જ લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, જેના બચાવમાં મામલતદારે તેમને કાર્યક્રમનો સમય સવારે ૧૧:૩૦ વાગ્યાનો મળ્યો હોવાની સ્પષ્ટતા કરી હતી. સમયની આ ગેરસમજે અરજદારોને ભારે હાલાકીમાં મૂક્યા હતા.

આ સમાચાર શેર કરો