VIDEO:નસવાડીમાં ચૈતર વસાવાના સમર્થનમાં 'આપ'નો શક્તિ પ્રદર્શન
ધારાસભ્ય ચૈતર વસાવા સામેની કાર્યવાહીના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા નસવાડીમાં વિશાળ

ધારાસભ્ય ચૈતર વસાવા સામેની કાર્યવાહીના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા નસવાડીમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.ટી. ડેપોથી શરૂ થયેલી આ રેલી મુખ્ય માર્ગો પર ફરી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી. આ દરમિયાન કાર્યકરોએ સરકાર, મંત્રીઓ અને પોલીસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.વિધાનસભા પ્રભારી નાનુંભાઈ ડુંગુભીલે આક્ષેપ કર્યો કે, ચૈતર વસાવાને ખોટા કેસોમાં ફસાવી સજા કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનો જવાબ આગામી ચૂંટણીમાં મળશે. ભાજપ સામે 'આપ' દ્વારા સતત મોરચો માંડવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે અને વિરોધ પ્રદર્શન વધુ તેજ બનવાના એંધાણ છે.

