મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડીમાં સરકારી તંત્રની ઉદાસીનતા જન સંવાદ કાર્યક્રમનો ફિયાસ્કો

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરના 'જન સંવાદથી જન વિકાસ' અભિગમ હેઠળ નસવાડી ગ્રામ

તસવીર: gstv

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરના 'જન સંવાદથી જન વિકાસ' અભિગમ હેઠળ નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે મામલતદારના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા સવારના ૧૦ વાગ્યાનો સમય જાહેર કરી પ્રચાર કરાતાં સ્થાનિક પ્રજા પોતાની રજૂઆતો લઈને સમયસર પહોંચી ગઈ હતી. જોકે, મામલતદાર દોઢ કલાક જેટલા મોડા આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કંટાળીને પ્રજા પાછી જવા લાગી હતી. આ દરમિયાન અચાનક મામલતદાર આવી પહોંચતા હાજર લોકોએ તેમનો ઉગ્ર ઉધડો લીધો હતો. મામલતદારે પોતે ૧૧:૩૦ વાગ્યાનો સમય આપ્યો હોવાનો બચાવ કર્યો હતો, જે દર્શાવે છે કે ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલનો તદ્દન અભાવ છે અને અધિકારીઓ કલેક્ટરની સૂચનાઓનું પણ પાલન કરતા નથી.

આ સમાચાર શેર કરો