મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Patan: નર્મદાનિગમના અધિકારીઓ પર ખેડૂતો સાથે અન્યાય કરવાનો આક્ષેપ

સાંતલપુર પંથકના ખેડૂતો હાલમાં કુદરતી આફતો અને સરકારી તંત્રના કથિત અન્યાય એમ બેવડા સંકટનો સામનો કરી

સાંતલપુર પંથકના ખેડૂતો હાલમાં કુદરતી આફતો અને સરકારી તંત્રના કથિત અન્યાય એમ બેવડા સંકટનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે નર્મદા કેનાલોની યોગ્ય સફાઈ ન થવાના આકરા આક્ષેપો કર્યા છે, જેના પરિણામે ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહ્યું નથી.

એક તરફ, ચાલુ વર્ષે ચોમાસુ વાવેતર અતિવૃષ્ટિ અને અન્ય કુદરતી આફતોને કારણે સદંતર નિષ્ફળ ગયું છે. ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં ખેડૂતોએ રવિ સીઝન માટે આશા રાખી છે, પરંતુ હવે સિંચાઈના પાણીની અછતને કારણે રવિ પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. કેનાલ સફાઈના કામોમાં બેદરકારી માટે ખેડૂતોએ સીધો આક્ષેપ નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત પર કર્યો છે.

આ સમાચાર શેર કરો