મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અકસ્માત: સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પર ST બસે મારી પલ્ટી, 30થી વધુ મુસાફર ઈજાગ્રસ્ત

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવીજ એક ઘટના સાયલાના ડોળીયા - મુ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવીજ એક ઘટના સાયલાના ડોળીયા - મુળી હાઈવે પર થઈ હતી. ST બસ આ રૂટ પર પલ્ટી મારીને ખાડામાં પટકાઈ હતી. બસમાં સવાર 30-35 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

ડ્રાઈવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો

પ્રાથમિકસ માહિતી અનુસાર બસના ડ્રાઈવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ બસ યાત્રીઓને લઈને સુરેન્દ્રનગર જઈ રહી હતી.

તમામ ઈજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

તમામ ઈજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અકસ્માતની જાણ થતાં જ 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈનું મોત નિપજ્યું નથી.

આ સમાચાર શેર કરો