અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, કચરો ઉઠાવી લેવા જેવી બાબતમાં અજાણ્યા શખ્સે કર્યો હુમલો
વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે. અમેરિકાના ઓકલાહો શહેરમાં મૂળ બીલીમોરાના હેમંત મિસ્ત્રીની હત્યા કરવા

વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે. અમેરિકાના ઓકલાહો શહેરમાં મૂળ બીલીમોરાના હેમંત મિસ્ત્રીની હત્યા કરવામાં આવી છે. કચરો ઉઠાવવાની નજીવી બાબતે શખ્સે મોટલ માલિક પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં હેમંત મિસ્ત્રીનું મોત થયું હતું. આ આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી.
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા
મૂળ બીલીમોરાના હેમંત મિસ્ત્રી અમેરિકાના ઓકલાહો શહેરમાં મોટેલ ચલાવે છે. કચરો ઉઠાવવાની નજીવી બાબતે રિચર્ડ લેવિસ નામના વ્યક્તિએ મોટલ માલિક હેમંત મિસ્ત્રી પર હુમલો કર્યો હતો. હુમલામાં મોટેલ માલિક નીચે પટકાયા હતા અને બેભાન થઇ ગયા હતા. હેમંત મિસ્ત્રીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપી રિચર્ડ લેવિસની ધરપકડ કરી હતી.






