Sabarkantha: નગરપાલિકાની બેદરકારી, શહેરના પોશ વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદે હિંમતનગર શહેરને ઘમરોળી નાખ્યું છે. હિંમતનગરમા
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદે હિંમતનગર શહેરને ઘમરોળી નાખ્યું છે. હિંમતનગરમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી છે, જેના કારણે શહેરના પોશ વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ છે. અવની પાર્ક સોસાયટીમાં 15 થી વધુ કારો પાણીમાં ડૂબી ગઈ છે, જ્યારે શાસ્ત્રીનગર અને શગુન બંગલોઝ જેવા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયું છે.
છાપરિયા ચાર રસ્તા પર દુકાનો પાણીમાં ગરકાવ થઈ હોવાથી દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. શહેરના તમામ નીચા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, જેનાથી રહેવાસીઓમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે. રાત્રીના સમયે ધોધમાર વરસાદ થવાથી સ્થિતિ વધુ ગંભીર બની છે.




