Jamnagar: લોકમેળાના સ્થળે મનપાની ટીમે રાઈડ્સ સેફ્ટી અંગે ચેકિંગ હાથ ધર્યું

જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે પ્રદર્શન મેદાન ખાતે યોજાનાર લોકમેળાના આયોજન સામે દાખલ અરજી કોર્ટે ફ

જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે પ્રદર્શન મેદાન ખાતે યોજાનાર લોકમેળાના આયોજન સામે દાખલ અરજી કોર્ટે ફગાવી દીધી હતી, જે બાદ મનપાની ટીમ દ્વારા લોકમેળામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાઈ તે માટે રાઈડ્સ સેફ્ટી અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની ટીમે લોકમેળાના સ્થળે SOPનું કડક પાલન શરૂ કર્યું છે. 14 રાઈડ્સ માટે અરજીઓ મળી છે અને તેની ચકાસણી બાદ ખૂટતી વિગતો પૂરી કરવા આદેશ આપવામાં આવશે. કમિટીના સભ્યોએ જોઈન્ટ વિઝિટ લઈ રાઈડ્સની સુરક્ષા અને સરકારી SOPનું પાલન થાય તે સુનિશ્ચિત કર્યું. 

આ સમાચાર શેર કરો

જાહેરાત