મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુંબઈ બોંબ બ્લાસ્ટને 20 વર્ષ પૂર્ણ

મુંબઈમાં ૧૧ જુલાઈ ૨૦૦૬ના રોજ થયેલા બોંબ બ્લાસ્ટની આજે વરસી છે અને આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને આજે શ્રદ્ધાંજલિ અપાઈ હ

તસવીર: GSTV

મુંબઈમાં ૧૧ જુલાઈ ૨૦૦૬ના રોજ થયેલા બોંબ બ્લાસ્ટની આજે વરસી છે અને આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને આજે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ઇતિહાસના પાના પર મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટની ઘટના એક કાળો ડાઘ બનીને રહી ગઈ છે. આજથી બરાબર વીસ વર્ષ પહેલાં, મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનોમાં ભયાનક બોમ્બ વિસ્ફોટો થયા હતા..જેમાં ૨૦૦થી વધુ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટનાની યાદમાં અને મૃતકોના સન્માનમાં દર વર્ષે પશ્ચિમ રેલવે દ્વારા એક વિશેષ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવે છે, આ ભયાનક દુર્ઘટનાની ૨૦મી પુણ્યતિથિ નિમિત્તે રેલવેના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા.તેમણે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી મૌન પ્રાર્થના સભા યોજી હતી.

આ સમાચાર શેર કરો