ભારે વરસાદથી મુંબઈ હાઈવે ઠપ્પ
મુંબઈમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મુશળધાર વરસાદના લીધે મુંબઈના વ્યસ્ત ગણાતા વેસ્ટ
મુંબઈમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મુશળધાર વરસાદના લીધે મુંબઈના વ્યસ્ત ગણાતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. હાઈવે પર અનેક સ્થળોએ ગોઠણસમા પાણી ભરાઈ જવાના કારણે કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં હજારો વાહનો ફસાયા હતા. ઑફિસે જતા નોકરિયાતો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.




