VIDEO: નીતિન ગડકરીએ દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેની મૂલાકાત લીધી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મધ્યપ્રદેશથી દાહોદ આવતા દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેની

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મધ્યપ્રદેશથી દાહોદ આવતા દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેની મુલાકાત લીધી હતી. ચાકલિયા બોર્ડર પર હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. ગડકરીએ નેશનલ કોરિડોર પર ચાલતા અલગ અલગ કામોનું નિરીક્ષણ કર્યું અને લીમખેડા વિસ્તારમાં હિલ કટિંગની કામગીરી જોઈ. તેમણે અધિકારીઓ સાથે બાકી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું કે દાહોદ-વડોદરા વચ્ચેનું કાર્ય પ્રગતિમાં છે, જ્યારે રાજસ્થાનના મુકુન્દરા હિલ વિસ્તારનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. ઓથોરિટીએ આશા વ્યક્ત કરી કે ઓગસ્ટ સુધીમાં સમગ્ર દિલ્હી-મુંબઈ કોરિડોર લોકો માટે ખુલ્લો મૂકી શકાશે...




