મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : નસવાડીમાં ચૂંટણી બાદ ઈંધણનું સંકટ? પેટ્રોલ-ડીઝલના પંપો પર 'નો સ્ટોક'ના બોર્ડ લાગતાં વાહનચાલકો પરેશાન

છોટાઉદેપુરનાં નસવાડીમાં ચૂંટણી પૂરી થતાની સાથે જ પેટ્રોલ-ડીઝલની તીવ્ર અછત

છોટાઉદેપુરનાં નસવાડીમાં ચૂંટણી પૂરી થતાની સાથે જ પેટ્રોલ-ડીઝલની તીવ્ર અછત સર્જાતા હાહાકાર મચ્યો છે. હિન્દુસ્તાન, ભારત અને નાયરા પેટ્રોલિયમના પંપો પર જથ્થો ખૂટી પડતા 'નો સ્ટોક'ના બોર્ડ લાગ્યા છે, જેના કારણે ૨૧૦ ગામોના વાહનચાલકો અને મધ્યપ્રદેશ જતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સંચાલકોના મતે કંપની સપ્લાય આપતી નથી, જ્યારે જનતા તેને ભાવવધારા પૂર્વેની કૃત્રિમ અછત ગણાવી રહી છે. કન્સ્ટ્રક્શન અને રેતી-કપચીનું પરિવહન ઠપ્પ થતા જિલ્લા પુરવઠા અધિકારી તત્કાલ પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

નસવાડી નજીક છ પેટ્રોલ પંપ માંથી  બે ચાર પેટ્રોલ પંપ ઉપર તો બે દિવસથી પેટ્રોલ ડીઝલ મળતું નથી તેમ લોકો જણાવી રહ્યા છે. નસવાડી તાલુકાના કેટલાય જાગૃત લોકો હવૅ ચૂંટણી પતી ગઈ એટલે ભાવ વધશે જેને લઈ આગળથી જ પેટ્રોલ આવતું ન હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.નસવાડી મા પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા લોકો હવૅ પૂછપરછ કરી રહ્યા છે. જયારે કેટલાય પેટ્રોલ પંપ સંચાલકો ઉપરથી જથ્થો આવે તેમ પેટ્રોલ ડીઝલ મળશે તેમ જણાવી રહ્યા છે. તેવામાં નસવાડીની આજુબાજુ કન્સ્ટ્રક્શન સાઈડ તેમજ લોકલ રેતી કપચી અન્ય લોંડિગ ટેમ્પો ચલાવનારા ચાલકો પણ ડીઝલ પેટ્રોલની અછતને લઈને હેરાન થઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી તત્કાલ નસવાડીમાં પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ બાબતે સંચાલકો પાસેથી માહિતી મંગાવી પ્રશ્ન હલ કરાવે તેવી માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો