મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છોટા ઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન બંધ ન થતાં પાણીની તંગી સર્જાઈ, પાલિકાના સત્તાધીશોએ કલેકટરને કરી રજૂઆત

છોટા ઉદેપુર નગરપાલિકાના ભાજપના સત્તાધીશોએ જ ગેરકાયદેસર રેતી ખનન કરનારા સામે જ

છોટા ઉદેપુર નગરપાલિકાના ભાજપના સત્તાધીશોએ જ ગેરકાયદેસર રેતી ખનન કરનારા સામે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. નગરપાલિકાના વારીગૃહ આસપાસ મોટા પ્રમાણમાં રેતી ખનન થઈ રહ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં રેતી ખનનની પ્રવૃત્તિ બંધ ન થતાં નગરજનોને પાણીની મુશ્કેલી પડી રહી છે. નગરના રંગપુર નાકા પાસે તથા ફતેપુરામાં નગર પાલિકાના પાણીના વોટર વર્કસ આવેલા છે. જેની આસપાસ ટ્રેક્ટરો મારફત મોટા પ્રમાણમાં રેતી ખનન થઈ રહ્યું છે અને વોટર વર્કસને નુકસાન થઈ રહ્યું છે. તેવી રજૂઆત સાથે નગરપાલિકાના સત્તાધિશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રેતી ખનન અટકાવવા માટે રજૂઆત કરી હતી. 

આ સમાચાર શેર કરો