Video: સુરતમાં 4 વર્ષીય પુત્રની હત્યા કર્યા બાદ માતાનો પણ આપઘાત, પૂર્વ પતિ માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ

સુરતમાં એક મહિલાએ પોતાના પુત્રને ગળે ટૂંપો આપ્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર

સુરતમાં એક મહિલાએ પોતાના પુત્રને ગળે ટૂંપો આપ્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી મુજબ છૂટાછેડા બાદ તેનો પૂર્વ પતિ સતત પરેશાન કરી માનસિક ત્રાસ આપતો હોવાથી તેણીએ આ અંતિમ પગલું ભર્યું છે. 

પૂર્વ પતિ ત્રાસ આપતો હતો

સુરતના ઉમરા વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. 26 વર્ષીય પૂનમ શાહે પોતાના ચાર વર્ષના માસૂમ પુત્ર સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પૂનમ શાહે પહેલા પુત્રને ફાંસો આપી હત્યા કરી અને બાદમાં પોતે પણ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જાણવા મળ્યું છે કે દોઢ વર્ષ પહેલાં જ તેમના છૂટાછેડા થયા હતા, તેનો પૂર્વ પતિ અમદાવાદમાં સેલ્સમેન તરીકે કામ કરતો. પરિવારના જણાવ્યા મુજબ છૂટાછેડા બાદ કરણ શાહ તેને સતત પરેશાન કરતો હોવાના અને માનસિક ત્રાસ આપતો હતો. સતત ત્રાસથી કંટાળી પૂનમે અંતિમ પગલું ભર્યું હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.  

આ સમાચાર શેર કરો

જાહેરાત