મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: બીલીમોરામાં હચમચાવતો અકસ્માત, કારની ટક્કરે મોપેડ સવાર બોલની જેમ 10 ફૂટ ફંગોળાયો દૂર

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં રાત્રિના સમયે રેલવે ઓવરબ્રિજ પર હચમચાવતો અકસ્માત સર્જાયો હતો. ક

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં રાત્રિના સમયે રેલવે ઓવરબ્રિજ પર હચમચાવતો અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે ગફલતભરી રીતે હંકારેલી કાર મોપેડ સાથે અથડાવતા આ દુર્ઘટના બની હતી.આ અકસ્માતમાં મોરલી ગામના યુવક ધ્રુવીક પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે બીલીમોરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સ્થિતિ ગંભીર હોવાને કારણે તેમને નવસારીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.મોપેડ પર પાછળ બેઠેલા ભેસલા ગામના અન્ય યુવાનને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તેનું બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.આ ઘટનાની જાણ થતાં જ બીલીમોરા પોલીસ સ્થળ પર પહોંચી હતી. અકસ્માત કર્યા પછી કાર ચાલક પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃVideo: પેટ્રોલની ટાંકી પર ઊંધા બેસી કર્યુ હગ, સુરતમાં ચાલુ બાઈક પર જોખમી રીતે યુવક-યુવતીના સ્ટંટ

આ સમાચાર શેર કરો