મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પેટ્રોલની ટાંકી પર ઊંધા બેસી કર્યુ હગ, સુરતમાં ચાલુ બાઈક પર જોખમી રીતે યુવક-યુવતીના સ્ટંટ

સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું ગાંડપણ યુવાનોમાં અજબ રીતે જોવા મળી રહ્યું છે. જીવને જોખમમાં મૂકીને પણ સોશિયલ મીડિયામ

સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું ગાંડપણ યુવાનોમાં અજબ રીતે જોવા મળી રહ્યું છે. જીવને જોખમમાં મૂકીને પણ સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકતા યુવાનો ખચકાતા નથી. ત્યારે કોઈ ફિલ્મી દ્રશ્યો ભજવાતા હોય તે રીતે સુરતમાં યુવક અને યુવતીએ બાઈક પર સ્ટંટ કર્યા હતાં.યુવતીને પેટ્રોલની ટાંકી પર ઊંધી બેસાડીને હગ કરવાની સાથે સાથે ખુલ્લા હાથ રખાવવાની સાથે યુવતીને બાઈક પણ ચલાવવા દેવાયું હોવાનો વીડિયો સામે આવ્યો છે. બાઈક પર સ્ટંટ કરનારાઓને જાણે કાયદાનો કોઈ જ ડર ન હો તે રીતે આ સ્ટંટ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. શું પોલીસ આ સ્ટંટ કરનારાઓ સામે અગાઉની જેમ કાર્યવાહી કરશે? તેવા સવાલો ઉભા થયા છે. 

આ પણ વાંચોઃસુરતમાં BRTS સેવાને નથી લાગુ પડતા નિયમો! સિગ્નલ તોડીને બેફામ દોડાવાય છે બસ

આ સમાચાર શેર કરો