Video: ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભાન ભૂલ્યા, પત્રકારોના માઇકને ઠુંઠા કહેતા મીડિયા વર્ગમાં રોષની લાગણી
બનાસકાંઠાના દાંતામાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકારી અધિકારીઓ અને
બનાસકાંઠાના દાંતામાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકારી અધિકારીઓ અને મીડિયાકર્મીઓના માઈક વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં અધિકારી અને મીડિયા આલમમાં રોષ વ્યાપ્યો છે.
અધિકારીઓ અને મીડિયા વર્ગમાં રોષ
વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જાહેર કાર્યક્રમમાં ભાન ભૂલીને અધિકારીઓનું અપમાન કર્યું છે. તેમણે કવરેજ કરતા મીડિયા કર્મીઓના માઈકને ઠુંઠા કહ્યાં હતા. પ્રાંત કલેક્ટર, એસપી તેમજ વન વિભાગના અધિકારીઓ માટે અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ વર્તનથી અધિકારીઓ અને મીડિયા વર્ગમાં રોષ વ્યાપ્યો છે. વીડિયો વાયરલ થતાં રાજકીય વર્તુળમાં અનેક અટકળોએ જોર પકડ્યું છે.




