મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'ગઈકાલથી જ અમારા ઘરે પોલીસ ઉભી કરી, એકતા પરેડમાં આમંત્રણ તો ઠીક PM મોદીને મળવા 10 મિનિટ પણ ન અપાઈ'

વડાપ્રધાન મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પગલે કેવડિયાની મુલાકાત લી

વડાપ્રધાન મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પગલે કેવડિયાની મુલાકાત લીધી હતી. જોકે, બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાની કમિટીએ વડાપ્રધાનને મળવા માટે 10 મિનિટનો સમય માંગ્યો હતો. પરંતુ તેટલો સમય પણ આપવામાં આવ્યો નથી. એક સ્થાનિક ધારાસભ્ય વડાપ્રધાનને કેમ ન મળી શકે? 

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું કે,આજે દેશના ઘડવૈયા સરદાર પટેલની જન્મ જયંતીની 150મી જન્મ જયંતી હતી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લામાં એકતા પરેડ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા આવ્યા. ત્યારે વડાપ્રધાનને મળવા માટે અમારી કમિટીએ 10 મિનિટનો સમય માંગ્યો હતો. પરંતુ અમને તેટલો સમય પણ આપવામાં આવ્યો નથી. 

પ્રોટોકોલ પ્રમાણે સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ આપવું પડે પરંતુ અધિકારીઓએ આમંત્રણ ન આપીને પ્રોટોકોલ તોડ્યો છે. પીએમ મોદીને મળીને અમે આદિવાસી વિસ્તારોમાં લોકોની સમસ્યા અંગે તેમને રજૂઆત કરવાના હતા. અધિકારીઓ અને સરકારી લોકોની પોલ ખુલી જાય તેના લીધે અમને આમંત્રણ પણ નથી આપવામાં આવ્યું તેમ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું છે.

આ સમાચાર શેર કરો