VIDEO : મહીસાગરના APO કર્મચારીઓ 5 માસથી વેતન વિહોણા, મનરેગામાં મજૂરી કરાવતી સરકાર જ પગાર આપવાનું ભૂલી ગઈ?
MGNREGA APO employees in Mahisagar have been deprived of salary for the last five months. | મહીસાગર જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ માટે દીવ
મહીસાગર જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ માટે દીવા તળે અંધારું જેવી સ્થિતિ સર્જાઈ છે. મનરેગામાં APO તરીકે કાર્યરત 128 જેટલા કર્મચારીઓ છેલ્લા પાંચ માસથી પગારથી વંચિત છે. લાંબા સમયથી પગાર ન થતા આ મધ્યમવર્ગીય પરિવારોની હાલત દયનીય બની છે અને અનેક કર્મચારીઓ વ્યાજે પૈસા લાવી ઘર ચલાવવા મજબૂર બન્યા છે.કર્મચારીઓનો આક્ષેપ છે કે જિલ્લા કક્ષાએ અને સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. બીજી તરફ, જવાબદાર અધિકારીઓ 'ગ્રાન્ટ ઉપરથી આવી નથી' તેવું લૂલું બહાનું ધરી રહ્યા છે. પાંચ-પાંચ મહિનાથી વેતન ન મળતા હવે કર્મચારીઓનો સંયમ ખૂટ્યો છે.




