VIDEO: સુરતમાં ખાડીપૂરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે મેગા ડિમોલિશન
સુરતમાં ખાડીપૂરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા આખરે ક
સુરતમાં ખાડીપૂરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગે સંયુક્તપણે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરાઈ છે. આજે એક બાજુ સુરતના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની બેઠક યોજાઈ હતી, ત્યારે બીજી બાજુ વરાછા વિસ્તારમાં કોયલી ખાડી આસપાસનાં દબાણો હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ ડિમોલિશન કામગીરીમાં 100થી વધુ પાલિકાના કર્મચારીઓ અને 150થી વધુ પોલીસકર્મીઓનો કાફલો જોડાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરીમાં કોઈ અડચણ ન આવે એ માટે મોટી સંખ્યામાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જાહેરાત







