VIDEO: સોમનાથ મંદિર નજીક મેગા ડિમોલિશન, ત્રણ ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરાયા; 70 લોકોની અટકાયત
ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.ગીર સોમનાથ જિલ્લામાં તંત્ર દ્વારા મેગા ડિમ
ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.ગીર સોમનાથ જિલ્લામાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્રણ જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ દરમિયાન જિલ્લા કલેક્ટર, આઇ.જી.પીસ 3 એસપી, 6 ડીવાયએસપી, 50 પીઆઇ-પીએસઆઇ અને 1200 જેટલા પોલીસ જવાનોનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ડિમોલિશનની કામગીરી પહેલા 70 લોકોની અટકાયત
સોમનાથ નજીક ધાર્મિક સ્થળો સહિતના દબાણો પર ડિમોલિશનની કામગીરીને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન એક ધાર્મિક સ્થળ પરથી 70 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.
5 હિટાચી મશીન, 30 જેસીબી, 50 ટ્રેક્ટર અને 10 ડમ્પર સહિતની મશીનરી સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
કલેક્ટરનું જાહેરનામું
ગીર સોમનાથમાં મેગા ડિમોલિશનની કામગીરીને લઇને કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવ્યું છે. ચાર કે તેથી વધુ વ્યક્તિએ એકઠા થવું નહીં. સોશિયલ મીડિયા કે પ્રિન્ટ મીડિયામાં અફવા ફેલાય તેવા મેસેજ પણ ફેલાવવા નહીં.








