VIDEO: મયુરભંજ દેઓ નદી જળસ્તર વધારો
ઓડિશાના મયુરભંજ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે અને અવિરત વરસાદના કારણે દેઓ નદીના જળસ્તરમાં અચાનક મોટો

ઓડિશાના મયુરભંજ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે અને અવિરત વરસાદના કારણે દેઓ નદીના જળસ્તરમાં અચાનક મોટો વધારો નોંધાયો છે, જેનાથી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળવાની સંભાવના વધી ગઈ છે. સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદીકાંઠાના તમામ સંવેદનશીલ ગામોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન અને રાહત બચાવ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિને ત્વરિત પહોંચી વસી શકાય, જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને નદીના પટમાં ન જવા અને સતર્ક રહેવા માટે વિશેષ અપીલ કરવામાં આવી છે.




