VIDEO: ઓડિશાના મયુરભંજ જિલ્લાના બારીપદમાં સંશોધકોને ૧.૫ કરોડ વર્ષ જૂના અશ્મિઓ મળી આવ્યા
સોર્સ : GSTV
ઓડિશાના મયુરભંજ જિલ્લાના બારીપદમાં સંશોધકોને ૧.૫ કરોડ વર્ષ જૂના અશ્મિઓ (Fossils) મળી આવ્યા છે, જે પ્રાચીન મહાસાગરના અનેક રહસ્યો ઉજાગર કરે છે. એમએસસીબી યુનિવર્સિટીના જીઆઈએસ વિભાગના પ્રોફેસર ડો. દેબબ્રત નંદી અને તેમની ટીમ દ્વારા આ ઐતિહાસિક શોધ કરવામાં આવી છે. આ અવશેષો સૂચવે છે કે લાખો વર્ષો પહેલા અહીં સમુદ્રનું અસ્તિત્વ હતું. આ અદ્ભુત શોધથી પૃથ્વીના ઉત્ક્રાંતિ અને ભૌગોલિક ફેરફારોના અભ્યાસમાં નવી દિશા મળી છે. આ વિષયમાં નિષ્ણાતો વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે, જે ઓડિશાના પ્રાચીન ઇતિહાસને સમજવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. વિજ્ઞાન જગતમાં આ શોધને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

