Video: વિકાસનગરમાં કાપડ શોરૂમમાં આગ

સોર્સ: gstv

આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. અગ્નિશામક દળે કલાકોની કડાકૂટ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે શોરૂમમાં રહેલો કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત