Video: ચક્રતીર્થ ૧.૫૧ લાખ દીવાઓથી ઝળહળી ઉઠ્યું

ઉત્તર પ્રદેશના સીતાપુર સ્થિત વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ નમિષારણ્યના પવિત્ર ચક્રતીર્થ પર દીપોત્સવ નિમિત્તે દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે ચક્રતીર્થ ઘાટને ૧.૫૧ લાખ માટીના દીવાઓથી ઝળહળતો કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર વિસ્તાર દૈવી રોશનીથી ઝગમગી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોએ મહાઆરતીમાં ભાગ લીધો હતો અને દીવા પ્રગટાવીને ધન્યતા અનુભવી હતી. રંગબેરંગી લાઈટો અને હજારો દીવાઓના મનોહર દ્રશ્યોએ ચક્રતીર્થનું વાતાવરણ અત્યંત ભક્તિમય અને અદ્ભુત બનાવી દીધું હતું. આ ભવ્ય આયોજનથી નમિષારણ્ય ધામમાં તહેવારનો ઉલ્લાસ અનેરો જોવા મળ્યો હતો.
જાહેરાત








