Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Why couldn't Govinda make a comeback like Sunny Deol and Sanjay Dutt? These mistakes fall heavily

સની દેઓલ અને સંજય દત્તની જેમ ગોવિંદા કેમ કમબેક ન કરી શક્યા? આ ભૂલો પડી ભારે

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સની દેઓલ અને સંજય દત્તની જેમ ગોવિંદા કેમ કમબેક ન કરી શક્યા? આ ભૂલો પડી ભારે
સોર્સ : gstv

બદલાતા સમય સાથે જે બદલાયો તેને જ સફળતા મળી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 80sના દાયકાના ઘણા એવા કલાકારો રહ્યા જેમણે એક સમયે ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું અને ટોપ સ્ટાર્સની લિસ્ટમાં ગણાતા હતા. પરંતુ બાદમાં તેઓ ફ્લોપ થયા અને પછી વાપસી કરી. પણ કેટલાક કલાકારો એવા પણ રહ્યા જેમણે પોતાની કળા અને રોલ્સમાં ફેરફાર કર્યા અને ઈન્ડસ્ટ્રીમાં ટકી રહ્યા. સની દેઓલનું જ ઉદાહરણ લો. જે એક્ટરે એક સમયે ઘણી બધી બ્લોકબસ્ટર ફિલ્મો આપી તેને પાછળથી ફ્લોપ ફિલ્મોનો સામનો કરવો પડ્યો. પછી વચ્ચે સની દેઓલે બ્રેક પણ લીધો. બ્રેક પછી એક્ટરે ફરી એકવાર વાપસી કરી અને આજે તેઓ બેક-ટૂ-બેક હિટ ફિલ્મો આપી રહ્યા છે.

App Store

જો 80sના દાયકાના અન્ય કલાકારોની વાત કરીએ તો સંજય દત્ત અને જેકી શ્રોફ પણ ક્યારેક વિલનના રોલમાં તો ક્યારેક અલગ-અલગ પાત્રોમાં જોવા મળતા રહે છે. અને સૌથી મોટી ખાસ વાત એ છે કે તેઓ ડિમાન્ડમાં રહે છે. પરંતુ તે દાયકામાં કરિયર શરૂ કરનાર એક્ટર ગોવિંદા વિશે તમે એવું ન કહી શકો. 2000sના દાયકાના મધ્યમાં જ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. સમય આગળ વધી ગયો અને ગોવિંદા તે જ દાયકાના સુપરસ્ટાર બનીને રહી ગયા. તેઓ તે સ્ટાર્ડમની ઝાકઝમાળમાં ક્યાંક ખોવાઈ ગયા. તેમણે તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું કે તેઓ સફળતાથી થાકી ગયા હતા. આખરે એવું તે શું થયું ગોવિંદા સાથે કે તેમના સમયના એક્ટર્સ આજે પણ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે પરંતુ ગોવિંદા હજુ પણ ઈન્ડસ્ટ્રીમાં પોતાને ફિટ નથી કરી શકતા?

કોમેડી ન છોડી શક્યા / રોલ્સ સાથે પ્રયોગ ન કર્યા

80sના દાયકાના ઘણા એક્ટર્સ એવા રહ્યા જેમણે એક સમય પછી સાઈડ રોલ્સ તરફ વલણ અપનાવ્યું. અહીં તેઓ ફિટ બેઠા અને ઈન્ડસ્ટ્રીમાં ટકી રહ્યા. કેટલાક કલાકારોએ લુક્સ સાથે પ્રયોગ કર્યા. સંજય દત્ત અને જેકી શ્રોફે ઘણા એવા પાત્રો ભજવ્યા જેમાં તેમનો લુક ઓળખવો મુશ્કેલ હતો. તો બીજી તરફ ગોવિંદાએ કોમેડીનો હાથ એવો પકડ્યો કે પછી ક્યારેય ન છોડ્યો. તેઓ દરેક ફિલ્મમાં કોમેડી કરતા ગયા અને એક સમય પછી તેમના રોલ્સ એકસરખા લાગવા માંડ્યા. તેમણે ન તો પોતાના લુક્સમાં કોઈ ખાસ ફેરફાર કર્યો ન તો પોતાના રોલની પસંદગીમાં.

ટ્રાન્સફોર્મેશન પર ધ્યાન ન આપ્યું

80s-90sના દાયકાના ઘણા સ્ટાર્સ એવા છે જેમણે પોતાની ફિટનેસ પર સતત ધ્યાન આપ્યું છે. આ કલાકારોમાં અનિલ કપૂરથી લઈને સંજય દત્તનું નામ સામેલ છે. પરંતુ ગોવિંદાએ પોતાની ફિઝિક પર પણ ધ્યાન ન આપ્યું અને પોતાને ટ્રાન્સફોર્મ કરવાનું પણ ન વિચાર્યું. જ્યારે કરિયરની શરૂઆતમાં તેઓ એક ઉત્તમ એક્શન સુપરસ્ટાર હતા. પરંતુ સમયસર તેમણે ટ્રાન્સફોર્મેશન પર ધ્યાન ન આપ્યું જેની સીધી અસર તેમની સ્ક્રીન પ્રેઝન્સ પર પડી.

બોલિવૂડ છોડી રાજકારણમાં જવું ભારે પડ્યું

કરિયરના પીક પર ઘણા કલાકારોએ ઈન્ડસ્ટ્રી છોડીને રાજકારણ તરફ વલણ અપનાવ્યું અને આ તેમને મોંઘું પડ્યું. રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન જેવા કલાકારોના નામ તેમાં સામેલ કરી શકાય છે. સાથે જ ગોવિંદાએ પણ એવું જ કર્યું. વર્ષ 2004માં જ્યારે તેમની ફિલ્મો ઠીક-ઠાક ચાલી રહી હતી તે દરમિયાન તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું અને કોંગ્રેસ પાર્ટી જોઈન કરી લીધી. જોકે બાદમાં એક્ટરે પોતે સ્વીકાર્યું કે આ તેમની ભૂલ હતી અને તેમણે પોલિટિક્સમાં નહોતું જવું જોઈતું.

હીરોપંતી ન છોડી

80sના દાયકાના અનિલ કપૂર, જેકી શ્રોફ, સંજય દત્ત સહિત ઘણા એવા કલાકારો હતા જેમણે લીડ રોલમાં પોતાને ફિટ ન જણાતા સાઈડ રોલ્સ કરવાના શરૂ કર્યા અને ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી ટકી રહ્યા. પરંતુ ગોવિંદા પોતાના સ્ટાર્ડમના ઝોનમાં જ રહ્યા અને તેમણે ફિલ્મોમાં સાઈડ રોલ્સ તરફ વલણ ન અપનાવ્યું. આનું પરિણામ પણ તેમને ભોગવવું પડ્યું.

બદલાતા સમય સાથે ન બદલાયા

કુલ મળીને 80s અને 90sના દાયકાના ઘણા બધા કલાકારો એવા હતા જેમણે બદલાતા સમય સાથે પોતાને દરેક રીતે વિકસિત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ બધી બાબતો પર ગોવિંદાએ ક્યારેય ગંભીરતાથી ધ્યાન ન આપ્યું અને કેટલાક વર્ષો પછી તેઓ લાઈમલાઈટથી દૂર થતા ગયા. આ પછી જ્યારે પણ તેમણે વાપસી કરી ત્યારે બોક્સ ઓફિસ પર તેમને નિષ્ફળતા જ મળી. તો હવે એક્ટરને ઈન્ડસ્ટ્રીમાં પોતાને ફિટ બેસાડવા માટે પણ મથામણ કરવી પડી રહી છે. જોકે તેમણે કેટલાક પ્રસંગોએ કહ્યું છે કે તેઓ કેટલાક નવા પ્રોજેક્ટ્સ સાથે આવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ફેન્સ તેમને કેવી રીતે સ્વીકારે છે.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News