VIDEO: દક્ષિણ ગુજરાતમાં મેઘો અનરાધાર: વાપીમાં સૌથી વધુ 13 ઈંચ, પારડી અને કપરાડામાં 12-12 ઈંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતના વિવિધ જીલ્લા અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વલસાડ,વાપી, ન
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતના વિવિધ જીલ્લા અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વલસાડ,વાપી, નર્મદા, ઉમરપાડા, દેદિયાપાડામાં તો જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વાપીમાં સૌથી વધુ 13 ઈંચ વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. તો કપરાડા અને પારડીમાં 12-12 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
ઓરંગા નદી
ઉમરપાડા તાલુકામાં ૨૪ કલાકમાં ૧૧ ઈંચ વરસાદ
ઉમરપાડા તાલુકામાં ૨૪ કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબકતાં દેડિયાપાડા તાલુકામાં થઈને વહેતી કરજણ નદી બે ફામ બે કાંઠે વહેતી થઈ, કરજણ નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યુ હતું, દેડિયાપાડા તાલુકામાં છેલ્લા સતત પડી રહેલા વરસાદના કારણે ધામણ ખાડી, તરાવ નદી, દેવ નદી, કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે.
વલસાડ જિલ્લાની ઓરંગા નદીમાં પુર જેવી પરિસ્થિતિ
વલસાડ જિલ્લાની ઓરંગા નદીમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ઓરંગા નદીમાં પાણીની આવકના પગલે આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વલસાડમાં 8 ઈંચ, ધરમપુરમાં 9 ઈંચ, પારડીમાં 12 ઈંચ, કપરાડામાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વાપીમાંથી 150 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વાપીમાં 13 ઈંચ વરસાદ વરસ્યો
ઓરંગા નદી કિનારા વિસ્તારમાં સાયરન વગાડી લોકોને કરાયા સાવચેત કરાયા હતા. વાપીમાં 13 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ વલસાડ જિલ્લામાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે.
વલસાડની ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવી હતી. નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.કૈલાસ રોડ પુલ પર પાણી ફરી વળ્યાં હતા, તંત્રે સાવચેતીના ભાગ રૂપે પુલને બંધ કર્યો હતો.
નવસારીના ખેરગામ તાલુકામાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ
નવસારી જિલ્લામાં પણ અવિરત વરસાદ પડ્યો હતો. નવસારીના ખેરગામ તાલુકામાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો ખેરગામમાં રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીના 6 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. આહવા અને વઘઈ તાલુકામાં 5 ઈંચથી વધુ પડ્યો હતો અને સાપુતારામાં 4.50 ઈંચ વરસાદ નોંધાયો હતો..ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ નદીઓમાં પુર જેવી પરિસ્થિતિ છે.








