Surat: કેમિકલ ફેક્ટરીમાં અચાનક ફાટી નીકળી ભીષણ આગ, ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

સુરત જિલ્લામાં આગની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. પલસાણા તાલુકાના માખીંગા ગામે આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં

સુરત જિલ્લામાં આગની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. પલસાણા તાલુકાના માખીંગા ગામે આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે કેમિકલ ભરેલુ ટેન્કર પણ તેની ચપેટમાં આવી ગયા હતા.

માખીંગા ગામની સીમમાં આવેલી શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં આજે અચાનક આગ લાગી હતી. કેમિકલના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફેક્ટરીની બહાર ઉભેલું કેમિકલ ભરેલું ટેન્કર અને અન્ય એક ટેમ્પો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા જ સુરત જિલ્લાની વિવિધ ફાયર સ્ટેશનોની ટીમો દોડી આવી હતી. બારડોલી, કડોદરા, કામરેજ અને સચિન સહિતના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરોની 10 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગની ગંભીરતાને જોતા પલસાણા પોલીસનો મોટો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 

આ સમાચાર શેર કરો

જાહેરાત