VIDEO: મોડાસામાં ત્રણ દુકાનમાં લાગી ભીષણ આગ, લાખોના નુકસાનની આશંકા
અરવલ્લી જિલ્લામાં મોડાસાના માલપુર વિસ્તારમાં આવેલી ત્રણ દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગની ઝપેટમાં આવેલી ત્ર
અરવલ્લી જિલ્લામાં મોડાસાના માલપુર વિસ્તારમાં આવેલી ત્રણ દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગની ઝપેટમાં આવેલી ત્રણેય દુકાનોમાંથી આવતા ધુમાડાના ગોટેગોટા ઉડતા હતા. ઘટનાની જાણ થતાંં ફાયર ફાઈટર સહિત બચાવ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : બોટાદ: રાણપુરમાં વાડીના ઝટકા વાયરથી કરંટ લગતા એક બાળકીનું કરૂણ મોત
મળતી માહિતી પ્રમાણે વેલ્ડિંગ કરવાની દુકાનમાં આગ લાગી હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં પરંતુ હજારોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. વિકરાળ આગ પર ફાયર ફાઈટર ટીમ દ્વારા કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ છે. જો કે, આગ લાગવાનું કારણ હજુપણ અકબંધ છે.




