VIDEO/ Vadodara: GIDC વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરની 2 ટીમ ઘટનાસ્થળે

Vadodara Fire News: ગુજરાતભરમાંથી સતત આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. એવામાં વડોદરામાં વિકરાળ આગ લાગવાનો મામલો સ

Vadodara Fire News: ગુજરાતભરમાંથી સતત આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. એવામાં વડોદરામાં વિકરાળ આગ લાગવાનો મામલો સામે આવી રહ્યો છે. વડોદરા મકરપુરા જી.આઈ.ડી.સી પાસે આગનો બનાવ બન્યો છે. આગને પગલે વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, GIDC વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. થોડી ક્ષણોમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું. જો કે, તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. વિકરાળ આગને કાબુમાં લેવા માટે મકાપુરા અને ગાજરવાડી ફાયર સ્ટેશનથી ગાડીઓ બોલવાઈ હતી. જો કે, આગ લાગવાનું કારણ હજુપણ અકબંધ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત