મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભુજમાં જૂની જેલના કમ્પાઉન્ડમાં વિકરાળ આગ, 1200 વાહનો બળીને ખાખ થયા

ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. સુરત, અમદાવાદ બાદ હવે ભુજમાંથી વિકરાળ

ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. સુરત, અમદાવાદ બાદ હવે ભુજમાંથી વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી છે.

જેલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવતા એક પછી એક બ્લાસ્ટ થયા છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ ઓલવવાની કવાયત શરૂ કરી દીધી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આ ઘટના બની હોવાની માહિતી મળી રહી છે.

સરપટા વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, પોલીસ દ્વારા જપ્ત કરીને રાખવામાં આવેલા વાહનોની ટાંકીમાં પેટ્રોલ-ડીઝલ હોવાના કારણે આગ લાગી તથા ગરમીને પગલે વાહનોમાં વિસ્ફોટ થયો હોવાની શકયતા સેવાઈ રહી છે. મામલાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો