VIDEO: લેહના પાલમ ગામના જંગલમાં ભીષણ આગ; અનેક નાના-મોટા છોડ બળીને ખાખ, તંત્રની કામગીરી સામે સવાલ
લદ્દાખના લેહ જિલ્લાના પાલમ ગામ નજીક જંગલમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. સૂકા હવામાનને ક
લદ્દાખના લેહ જિલ્લાના પાલમ ગામ નજીક જંગલમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. સૂકા હવામાનને કારણે આગ ઝડપથી ફેલાતાં જમીનના મોટા વિસ્તાર અને અનેક નાના-મોટા છોડને ભારે નુકસાન થયું છે. ફાયર સર્વિસ અને ભારતીય સેના તેમજ ITBPના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક જમીન માલિક પુંચોક સ્ટેન્ઝિને જણાવ્યું કે ફાયર ટીમ મોડેથી પહોંચતાં નુકસાન વધ્યું. આગને કાબૂમાં લેવા પાણીનો પુરવઠો અને પાઇપલાઇન દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. અધિકારીઓને સ્થળ પર આવી નુકસાનનું મૂલ્યાંકન કરવાની માંગ ઉઠી છે.




