મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના! બરગી ડેમમાં 30 પ્રવાસીઓ ભરેલી ક્રૂઝ ડૂબી, 4 લોકોનાં મોતથી અરેરાટી

VIDEO: મધ્યપ્ર

તસવીર: GSTV

VIDEO:  મધ્યપ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળ જબલપુરમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જબલપુર સ્થિત પ્રસિદ્ધ બરગી ડેમમાં પ્રવાસીઓથી ભરેલી એક ક્રૂઝ ડૂબી જવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા હોવાની આશંકા સેવાઈ રહી છે.

રૅસ્ક્યૂ ઓપરેશન
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, દુર્ઘટના સમયે ક્રૂઝમાં આશરે 30 પ્રવાસીઓ સવાર હતા. ક્રૂઝ જ્યારે ડેમના મધ્ય ભાગમાં પહોંચી ત્યારે અચાનક ડૂબવા લાગી હતી, જેના કારણે પ્રવાસીઓમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ અને રેસ્ક્યુ ટીમ દ્વારા તાત્કાલિક અસરથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 15 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકોની શોધખોળ હજુ જારી છે.

આ સમાચાર શેર કરો