મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની 8 ગાડી ઘટનાસ્થળે

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં મોની હોટલની ગલીમાં વિકરાળ આગ લાગી છે. ગુરુકૃપા એસ્ટેટમાં કેમિકલ ફેક્ટરીમા

તસવીર: GSTV

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં મોની હોટલની ગલીમાં વિકરાળ આગ લાગી છે. ગુરુકૃપા એસ્ટેટમાં કેમિકલ ફેક્ટરીમાં આગનો બનાવ બનતા ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. હાલ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કોશિશ થઈ રહી છે. 

ફેક્ટરીની આસપાસ દુકાનો અને રહેણાંક વિસ્તાર હોવાથી અફરા તફરી મચી હતી. કેમિકલના કારણે આગ એટલી ભીષણ બની ગઈ કે ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ ફેકટરીમાં મોટા પાયે નુકસાનની આશંકા છે. 

આ સમાચાર શેર કરો