VIDEO: કલોલમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ, સદનસીબે જાનહાની ટળી
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ GIDCમાં આ
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ GIDCમાં આવેલી જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે આગની ઘટના બનતા જ ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરી સળગી ઉઠતાં લાખોનું નુકસાન
આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રિ સુધી કોઈ જાનહાનિના સમાચારા મળ્યા નથી. જોકે, ફેક્ટરીમાં મોટાપાયે નુકસાન થયું છે. દિવાળી પહેલા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરી સળગી ઉઠતાં લાખોનું નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.




