VIDEO : રાજકોટમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર સેફટી સામે ઉઠ્યા સવાલો
રાજકોટના મેટોડા GIDCમાં આવેલી નામાંકીત કંપની ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આ ફેક્ટરીમ

રાજકોટના મેટોડા GIDCમાં આવેલી નામાંકીત કંપની ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આ ફેક્ટરીમાં અંદાજે 2000 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, જે તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ચારેતરફ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ફેકટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગની ઘટનાને પગલે રાજકોટ, શાપર અને કાલાવડની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હાલમાં મળી રહેલી માહિતી અનુસાર આગ ભયંકર હોવાથી લાખોનો માલ બળીને ખાખ થઇ ગયો છે, જોકે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ગોપાલ નમકીનની ફેક્ટરની વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ચાર કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોળા જોવા મળી રહ્યા છે. રાજકોટ પોલીસ અને એમ્બુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય આગથી શરૂઆત થઇ હતી ત્યારે ફેક્ટરી દ્વારા તેને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. જેના લીધે લોકોના મોંઢે ચર્ચાઇ રહ્યું છે કે શું આટલી જાણિતી ફેક્ટરીમાં ફાયર સેફ્ટીની કોઇ વ્યવસ્થા ન હતી. ફેક્ટરીમાં આગ લાગતા લોકોનાં ટોળે ટોળા ત્યાં પહોંચ્યા હતા.
ગોપાલ નમકીનને મળી હતી નોટિસ
ગોપાલ નમકીનને CGSTની નોટિસ મળી હતી. ગોપાલ સ્નેક્સને CGSTની શૉ-કોઝ નોટિસ કમ ડિમાન્ડ નોટિસ પાઠવવમાં આવી હતી. 4 દિવસ પહેલા જ CGSTના જોઈન્ટ કમિશનરે નોટિસ પાઠવવામાં આવી હતી. પેનલ્ટી સાથે 13.50 કરોડથી વધુ રકમ ભરવા પાઠવાઈ નોટિસ હતી. ગોપાલ સ્નેક્સ નોટિસ સામે જવાબ લખાવવા અને પેનલ્ટીની રકમ ભરવા પણ તાકીદ કરવામાં આવી હતી. જો કે ગોપાલ નમકીનમાં આજે લાગેલી આગ સાચી કે પછી આગ લગાડવામાં આવી તે તપાસનો વિષય છે.








