મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મહારાષ્ટ્ર વિધાનસભા બહાર મોટાપાયે પ્રદર્શન

મહારાષ્ટ્ર વિધાનસભાના સત્ર દરમિયાન વિધાનસભા ગૃહની બહાર ઉગ્ર પ્રદર્શન થયા.. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ રાજ્યન

તસવીર: gstv

મહારાષ્ટ્ર વિધાનસભાના સત્ર દરમિયાન વિધાનસભા ગૃહની બહાર ઉગ્ર પ્રદર્શન થયા.. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ રાજ્યના ખેડૂતોની કથળતી આર્થિક સ્થિતિ અને તેમની વણઉકેલાયેલી સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન દોરવાનો છે. મહારાષ્ટ્રના ખેડૂતો હાલમાં દેવાના ડુંગર અને કુદરતી આફતોના બેવડા મારથી પીડાઈ રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવાના અનેક વાયદાઓ કરવામાં આવ્યા હોવા છતાં, વાસ્તવિક સ્તરે હજુ સુધી કોઈ નક્કર રાહત ન મળતાં વિપક્ષ અને ખેડૂત સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે અગાઉ ૩૦ જૂન સુધીમાં ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આ વચનનો અમલ થયો નથી. પ્રદર્શનકારીઓની માંગ છે કે વહેલામાં વહેલી તક ખેડૂતોનું તમામ દેવુ માફ થવું જોઈએ

આ સમાચાર શેર કરો