VIDEO: નવસારીના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફારો, ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલી અને નિમણૂકનો દોર
રાજ્ય સરકાર દ્વારા વહીવટી ગતિશીલતા લાવવાના હેતુથી નવસારી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલી અને

રાજ્ય સરકાર દ્વારા વહીવટી ગતિશીલતા લાવવાના હેતુથી નવસારી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલી અને નિમણૂક કરવામાં આવી છે. આ ફેરબદલ હેઠળ નવસારીને નવા કલેક્ટર તરીકે IAS મનીષ ગુરવાની અને મ્યુનિસિપલ કમિશનર તરીકે જે.બી. ઉપાધ્યાય મળ્યા છે. આ ઉપરાંત, જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્તિક જીવાણીની વરણી કરવામાં આવી છે, જ્યારે વાંસદાના ટ્રાયબલ એરિયા સબ પ્લાન ની જવાબદારી IAS સ્વપ્નિલ મહાદેવ સીસલેને સોંપાઈ છે. ટોચના અધિકારીઓની આ નવી નિમણૂકોથી જિલ્લાના વહીવટી કાર્યમાં નવો સંચાર અને વેગ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગતિશીલ પ્રશાસન માટે સરકારનો આ નિર્ણય નવસારીના વિકાસ માટે મહત્વનો સાબિત થશે.
