VIDEO: મનસુખ વસાવાએ રાહુલ ગાંધીને કહ્યાં 'બાલકનાથ', કહ્યું- ખબર જ નથી કે વિરોધ પક્ષના નેતાની શું ભૂમિકા હોય
રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે ભરૂચ અને છોટા ઉદેપુર લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને જશુભાઇ રાઠવાનો મતદાતા અભિવાદન સમારં

રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે ભરૂચ અને છોટા ઉદેપુર લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને જશુભાઇ રાઠવાનો મતદાતા અભિવાદન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. મનસુખ વસાવાએ કહ્યું કે, "બાલકનાથ"ને ખબર નથી કે વિરોધ પક્ષના નેતા તરીકે ભાષણ કેવું હોવું જોઇએ.
મનસુખ વસાવાના રાહુલ ગાંધી પર પ્રહાર
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું, "વિરોધ પક્ષ કહે છે કે બહુ મજબુતાઇથી આગળ વધીશું. બાલકનાથને ખબર નથી કે વિરોધ પક્ષના નેતા તરીકે શું ભૂમિકા હોય? વિરોધ પક્ષના નેતા તરીકે હાઉસની અંદર કેવી રીતે ભાષણ આપવું પડે તે પણ ખબર નથી. દેશનું કેવી રીતે ભલુ કરવાના છે. વિરોધ પક્ષને જે તાકાતવર માને છે તે નથી. મારો તો વર્ષોનો અનુભવ છે, વિરોધ પક્ષમાં કોઇ દમ નથી. રાષ્ટ્રના હિત માટે, દેશની પ્રજા માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે શું કરી શકાય તે ખબર નથી. વિરોધ પક્ષનો રોલ કેવો હોવો જોઇએ તેમાં તે સાવ નિષ્ફળ ગયા છે."
સાતમી વખત સાંસદ બન્યા મનસુખ વસાવા
ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી મનસુખ વસાવા સાતમી વખત જીતીને સંસદ પહોંચ્યા છે. 1989થી ભરૂચ લોકસભા બેઠક ભાજપનો ગઢ રહી છે.મનસુખ વસાવાએ INDIA ગઠબંધનના ચૈતર વસાવાને 85,696 મતથી હરાવ્યા હતા.








