મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માંજલપુર પેટાચૂંટણી: ભાજપના ઉમેદવાર સતીશ પટેલનું ભવ્ય અભિવાદન

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપ દ્વારા સતીશ પટેલના નામન

તસવીર: gstv

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપ દ્વારા સતીશ પટેલના નામની જાહેરાત કરાતા જ રાજકારણ ગરમાયું છે. યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ મહત્વની બેઠક પર ટિકિટ મેળવવા ૧૦૦ કરતાં વધુ દાવેદારો મેદાનમાં હતા, જેમાં પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન સતીશ પટેલ પર પસંદગીનો કળશ ઢોળાયો છે. આ જાહેરાત બાદ પક્ષના વરિષ્ઠ નેતાઓ અને અગ્રણીઓ છાણી વિસ્તારમાં એકઠા થયા હતા, જ્યાં ખેડૂત પુત્ર અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા સતીશ પટેલનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૩૦ વર્ષ કરતાં વધુ સમયથી ભાજપમાં સક્રિય એવા સતીશ પટેલ અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, જેથી કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો