મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદમાં વૃદ્ધો અસલામત, વહેલી સવારમાં એક વૃદ્ધ સાથે બની આ ઘટના

Ahmedabad News : અમદાવાદ શહેરના વટવા રોડ પર મોબાઈલ સ્નેચિંગના બનાવો વધવા લાગ્યા છે. ગુરુવારની સવારે જલધા

Ahmedabad News : અમદાવાદ શહેરના વટવા રોડ પર મોબાઈલ સ્નેચિંગના બનાવો વધવા લાગ્યા છે. ગુરુવારની સવારે જલધારા સોસાયટીના નાકે મોર્નિંગ વોક માટે મિત્રોની રાહ જોઇને બેઠેલા વૃદ્ધને રીક્ષામાં આવેલા બુકાનીધારી શખ્સે વૃદ્ધને લાફો મારીને હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી લીધો હતો. 

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે, જેમાં જોઈ શકાય છે કે ખુરશી પર  બેસેલા વૃદ્ધ પાસે રીક્ષામાંથી ઉતરીને બુકાનીધારી  શખ્સ આવે છે અને કંઈક વાત કરીને લાફો મારીને ફોન ઝુંટવી લે છે, આ દરમિયાન ફોન પર પકડ ગુમાવતા વૃદ્ધ નીચે પડી જાય છે અને પેલો શખ્સ રિક્ષામાં બેસીને ફરાર થઇ જાય છે. 

આ મામલે વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવાની વાતથી ઇનકાર કરી દીધો છે. વૃદ્ધે પોલીસ સ્ટેશનના ધક્કા ક્યા ખાવા વિચારી ફરિયાદ કરવાનું ટાળ્યું છે. 

આ સમાચાર શેર કરો