VIDEO : શિવલિંગ પર કર્યો છેલ્લો જળાભિષેક, મંદિરમાં આધેડ પુરુષે લીધા અંતિમ શ્વાસ
Valsad news : વલસાડમાં શિવમંદિરમાં પૂજા કરી રહેલા વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું હતુ

Valsad news : વલસાડમાં શિવમંદિરમાં પૂજા કરી રહેલા વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. કિશોર પટેલ નામના આધેડ શખ્સ પારનેરા ડુંગર પર ચઢીને મહાદેવ મંદિર પરિસરમાં આરતી માટે જતા હતા. રોજની જેમ મંગળવારે પણ સવારે કિશોરભાઈ મહાદેવની આરતી કર્યા બાદ શિવલિંગ પર અભિષેક કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટએટેક આવ્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું. સીસીટીવીમાં જોવા મળે છે કે હાર્ટએટેકના કારણે કિશોર પટેલ જમીન પર પડી જાય છે. આ દરમિયાન ત્યાં હાજર અન્ય લોકો તેને CPR આપી રહ્યા છે. પરંતુ ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઇ જાય છે.




