VIDEO: અમદાવાદના ભદ્ર વિસ્તારમાં AMCની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી, જાણો શું છે મામલો
અમદાવાદના ભદ્ર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સતર્કતાને કારણે એક મોટી જાનહાનિ
અમદાવાદના ભદ્ર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સતર્કતાને કારણે એક મોટી જાનહાનિ ટળી છે. મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના મોર્નિંગ રાઉન્ડ દરમિયાન જોવામાં આવ્યું હતું કે, પ્રેમાભાઈ હોલની પેરાપેટ વોલ બહારની તરફ ભયજનક રીતે નમી ગઈ છે.
ભયજનક દીવાલને સુરક્ષિત રીતે ઉતારી લીધી
ભદ્ર પરિસરમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ અને રાહદારીઓની અવરજવર રહેતી હોય છે. અગમચેતીના પગલા રૂપે, મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આ ભયજનક દીવાલને સુરક્ષિત રીતે ઉતારી લીધી છે.




